આતમાને ઓળખ્યા વિના રે, લખ ચોરાશી નહી તો મટે રે-જી
ભ્રમણાને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહિ તો ટળે રે-જી
હંસલો ને બગલો રે, રંગે રૂપે એક છે રે હો જી
એતો એના આહાર થકી ઓળખાય રે_આતમાને.........
કોયલ અને કાગ રે, રંગે રૂપે એક છે............રે હોજી
એ તો એની બોલી થકી ઓળખાય રે_આતમાને
સતી અને ગુણકારે, રંગે રૂપે એક છે............રેહોજી
સતિ નારી સેવા થકી ઓળખાય રે_આતમાને
ગુરૂના પ્રતાપે રે, બાઇ મીરા બોલીયા............રેહોજી
દેજો દેજો અમને સંત ચરણમાં વાસ રે_આતમાને
ગુરુવાર, 27 મે, 2010
નારાયણનું નામ ભજીલે
નારાયણનું નામ ભજીલે, નારાયણનું નામ
આ અવશર છે હરી ભજવાનો, નહી મળે વારંવાર_ભજીલે...૧
આ અવશર છે પ્રભુ ભજવાનો, કોડીના બેસે દામ_ભજીલે...૨
અંધ થઇ અથટામાં ભુંડા, ધટો ધટ સુંદીર શ્યામ_ભજીલે...૩
માતા_પિતા સુત બાંધવ તારા, કોઇ ના અવે તારી સાથ_ભજીલે...૪
કામ ક્રોધ લોભ મોહને મમતા, મુકીદે મનથી તમામ_ભજીલે...૫
દાસ "સત્તારશા" કહે કર જોડી, સર્વે સંતોને સીતારામ_ભજીલે...૬
સર્વે સંતોને રાધેશ્યામ_ભજીલે........

ભજન મીરાબાઇ
જુનું તો થયું રે દેવળ જુનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
આરે કાયારે હંસા ડોલવાને લાગી રે
પડી ગયા દાંત માયલી રેખું તો રહી....મારો....૧
તારે ને મારે હંસા પ્રિતયુ બંધાણીને
ઉડી ગયો હંસ પીંજરૂ પડી તો રહ્યું....મારો....૨
"બાઇમીરા" કહે પ્રભુ ગીરધર ના ગુણ
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીવુ....મારો....

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)