ગુરુવાર, 27 મે, 2010

આતમા ને ઓળખ્યા વીનારે

આતમાને ઓળખ્યા વિના રે, લખ ચોરાશી નહી તો મટે રે-જી
ભ્રમણાને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહિ તો ટળે રે-જી
હંસલો ને બગલો રે, રંગે રૂપે એક છે રે હો જી
એતો એના આહાર થકી ઓળખાય રે_આતમાને.........
કોયલ અને કાગ રે, રંગે રૂપે એક છે............રે હોજી
એ તો એની બોલી થકી ઓળખાય રે_આતમાને
સતી અને ગુણકારે, રંગે રૂપે એક છે............રેહોજી
સતિ નારી સેવા થકી ઓળખાય રે_આતમાને
ગુરૂના પ્રતાપે રે, બાઇ મીરા બોલીયા............રેહોજી
દેજો દેજો અમને સંત ચરણમાં વાસ રે_આતમાને